ARAVALLIBHILODAGUJARAT

આદિવાસી સેવા સમિતિ શામળાજી અને મદદનીશ કમિશનર આદિજાતિ વિભાગ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે સમાજ શિક્ષણ શિબિર યોજાઈ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

આદિવાસી સેવા સમિતિ શામળાજી અને મદદનીશ કમિશનર આદિજાતિ વિભાગ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે સમાજ શિક્ષણ શિબિર યોજાઈ

આદિવાસી સેવા સમિતિ શામળાજી તેમજ મદદનીશ કમિશનર આદિજાતિ વિભાગ મોડાસા અરવલ્લી ના સંયુક્ત ઉપક્રમે આદિજાતિ વિકાસ વિભાગ આયોજીત સમાજ શિક્ષણ શિબિર તાલુકા સદસ્ય ભગોરા વિમલબેન ના અધ્યક્ષ સ્થાને યોજાઈ કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના અને ભજન, ધૂન દ્વારા કરવામાં આવી સંસ્થાના સંચાલક સોનજીભાઈ બારીયા વતી કમલેશભાઈ પટેલે કાર્ય શિબિરમાં ઉપસ્થિત મહેમાનો અને શિબિરાર્થીઓ નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સમાજ શિક્ષણ શિબિર અંગેની જાણકારી આપવામાં આવી હતી જયેશભાઈ દેસાઈ દ્વારા વિવિધ યોજનાઓ ની માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ તાલુકા સદસ્ય વિમલબેન ભગોરા દ્વારા સમાજમાં શિક્ષણ અને કુરિવાજો વિશે જાણકારી આપવામાં આવી હતી સંસ્થાના ટ્રસ્ટી સવજીભાઈ,લલીતાબેન ઉપસ્થિત રહ્યા હતા ગૃહપતિ ઇશ્વરભાઇ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button