3-ઓગષ્ટ
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા સમગ્ર દેશમાં જૂની પેન્શન યોજનાના અમલીકરણ માટે શિક્ષક સંઘના હોદેદારોની મીટીંગ તાજેતરમાં દિલ્હીના શિક્ષક ભવન ખાતે યોજાઈ ગઈ. જેમાં દેશના જુદા જુદા રાજ્યોમાંથી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગમાં જૂની પેન્શન યોજના માટે આંદોલનના વિવિધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કે આગામી તા.૧૦/૮/૨૦૨૩ના રોજ દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં એક દિવસીય ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવેલ છે. આ ધરણાં કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી પ્રાથમિક શિક્ષકો ઉમટી પડશે. ગુજરાત રાજ્યમાંથી પણ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ-મંત્રીશ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ-મહામંત્રીશ્રી-હોદ્દેદારો તથા રાજ્ય સંઘના હોદેદારો ઉપરાંત અન્ય શિક્ષકો પણ આ ધરણામાં સામેલ થશે ધરણા કાર્યક્રમ બાદ દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને શિક્ષણમંત્રીને આવેદનપત્રો આપી જૂની પેન્શન યોજનાની માંગ કરાશે તેવું રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતિષ પટેલની યાદીમાં જણાવાયું છે.









