
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ ડાંગ જિલ્લાનાં વઘઇથી મહારાષ્ટ્રનાં કળવણ તરફ પોલટ્રી ફાર્મમાં મરઘા લેવા જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.30.ટી.0675એ સાપુતારા આંનદો સર્કલ પાસે મુંબઈથી સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓની ઇનોવા કાર.ન.એમ.એચ.01.એ.વી.7407ને પૂરપાટવેગે અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં ઇનોવા ગાડીનાં બોનેટનો ખુરદો બોલાઈ જતા જંગી નુકસાન થયુ હતુ.આ અકસ્માતનાં બનાવમાં સદનસીબે કોઈ પ્રવાસીને ઈજા પોહચી ન હતી.આ અકસ્માતનાં બનાવની જાણ સાપુતારા પોલીસ મથકે થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.હાલમાં સાપુતારા પોલીસની ટીમે બન્ને ગાડીઓનો કબ્જો મેળવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..
[wptube id="1252022"]





