
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે ધોરણ 12 ના વિધાર્થીઓ માટે સેમિનાર યોજાયો

મેઘરજ તાલુકાની શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી એન યુ બીહોલા પી વી એમ હાઇસ્કુલ ઇસરી ખાતે મોડાસા BCA કોલેજના આચાર્યશ્રી તેમજ અધ્યાપક દ્વારા શાળામાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ માટે આગામી સમય ધોરણ 12 પાસ કરીને કયા અભ્યાસક્રમમાં ઝંપલાવવું તેમજ અંગ્રેજી વિષયને લગતી કેટલીક બાબતોની સચોટ માહિતી પ્રોજેક્ટર દ્વારા આપવામાં આવી હતી જેની અંદર શાળા પરિવાર તેમજ ધોરણ 12 અને 11 વિદ્યાર્થીઓ આ સેમીનારની અંદર જોડાયા હતા અને માહિતી મેળવી હતી અંતે શાળા પરિવાર દ્વારા BCA કોલેજના આચાર્ય તેમજ અધ્યાપકનો તેમજ સેમિનાર માં જોડાયેલા વિધાર્થીઓ ને શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો
[wptube id="1252022"]









