
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ના પિસાલ ગામે વાત્રક નદી પરનો ચેકડેમ રીપેર કરવાની માંગ છેલ્લા પાંચ વર્ષથી અધ્ધરતાલ પાણી સ્ટોરેજ થઇ શકતુ નથી

ચેકડેમ મેન્ટેંનેન્સના અભાવે છેલ્લા પાંચ વર્ષથી પાણી સ્ટોરેજ થઇ શકતુ નથી મેઘરજ તાલુકાના પિસાલ ગામે વાત્રક નદી પરનો ચેકડેમ છેલ્લા પાંચ વર્ષથી તુટી ગયો હોવાથી ચોમાસા દરમિયાન નદીનુ પાણી સંગ્રહીત ન રહેતાં પિસાલ – ઇપલોડા વિસ્તારમાં ભરશિયાળે નદીમાં પાણી વહેતુ બંધ થઇજાયછે અને શિયાળુ ખેતીમાં સિંચાઇ માટે પાણી ન રહેતાં ખેડુતોને ખેતીમાં મોટુ નુકશાન વેઠવાનો વારો દરવર્ષે આવેછે ત્યારે વિસ્તારના ખેડુતો દ્વારા પિસાલ વાત્રક નદી પરનો ચેકડેમ રીપેર કરવાની છેલ્લા પાંચ વર્ષથી રજુઆતો કરવા છતાં ખેડુતોની સમશ્યા ધ્યાને ન લેવાતાં વિસ્તારના લોકો તંત્ર સામે રોષે ભરાયા છે મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં દર વર્ષે ભર શિયાળામાં તળીયાં દેખાવા લાગેછે અને શિયાળુ ખેતીમાં છેલ્લે સિંચાઇ ના પાણીની મોટી સમશ્યા સર્જાયછે જેને લઇને ખેડુતોને શિયાળુ ખેતીમાં મોટુ નુકશાન વેઠવાનો વારો આવેછે તેમજ ઉનાળાની શરૂઆત થીજ વાત્રક નદી કોરી ધાકોર થઇ જતી હોયછે
મેઘરજ તાલુકામાં વાત્રક નદી પર નાના ચેકડેમ કેટલાક વર્ષો અગાઉ બનાવવામાં આવ્યા હતા જેને લઇને ચોમાસા દરમિયાન પાણી રોકાતુ હતુ પરંતુ નદી પરના ચેકડેમોનુ સમયસર મેન્ટંનન્સ ન કરાતાં મેઘરજના ઇપલોડા.સિસોદરા.કંભરોડા અને પિસાલ ગાજણ હિરાટીંબા જેવા ગામોમાં ભર શિયાળામાં સિંચાઇ માટેના પાણીની મોટી સમશ્યાઓ સર્જાયછે પીસાલ – ઇપલોડા ગામ વચ્ચેના વાત્રક નદી પરના ચેકડેમ માં ચોમાસા દરમિયાન ચેકડેમ નીચેથી પાણી વહીજાયછે તેમજ ચેકડેમ તુટી ગયો હોવાથી પાણી સંગ્રહીત થઇ શકતુ નથી જેની વિસ્તારના ખેડુતોએ તંત્રને વારંવાર રજુઆતો કરવા છતાં જવાબદાર તંત્રએ ધ્યાને ન લેતાં ખેડુતોની રજુઆતો અધ્ધર તાલેછે તંત્રની બેદરકારીને લઇને ખેડુતોને શિયાળુ અને ઉનાળુ પાકમાં સિંચાઇના પાણીને લઇને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યોછે વાત્રક નદી પરના ચેકડેમોનુ મેન્ટેંનેન્સ તેમજ કેટલાક ચેકડેમોની ઉચાઇ વધારવા તાલુકાના ખેડુતોની માંગ ઉઠીછે









