જંબુસર રેલવે વિસ્તાર પ્રાથમિક શાળામાં સીવીરામનના કાર્યક્ષેત્રને બિરદાવતા શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું
જંબુસર રેલવે વિસ્તાર પ્રાથમિક શાળામાં સીવીરામનના કાર્યક્ષેત્રને બિરદાવતા શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું. જેમાં ધોરણ 6થી 8 ના 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને વિજ્ઞાનના જુદા જુદા પ્રોજેક્ટ આધારિત 25 જેટલી કૃતિઓ તૈયાર કરી વિજ્ઞાન મેળામાં પ્રદર્શિત કરી હતી. ઘણા મોટા સ્વરૂપે શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ અને એસએમસીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શાળાના સી.આર.સી કોર્ડીનેટર મહેન્દ્રભાઈ પઢીયાર અને હર્ષવદનભાઈ મકવાણા હાજર રહ્યા હતા. તેમજ શાળાના તમામ શિક્ષકો અને આચાર્ય ઉપસ્થિત રહી કાર્યક્રમને વધુ સફર બનાવ્યો હતો. વિદ્યા
એર્થીઓ વધુ પ્રોત્સાહિત થાય અને જીવનમાં વધુ સફળ બને એ માટે નસીમબેન મુનશી તરફથી તમામ કૃતિઓના તમામ વિદ્યાર્થીઓને ₹50 લેખે આપ્યા હતા. શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.ર
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





