એઆરટીઓ નવસારી દ્વારા એન્જિનીયરીંગ કોલેજ અબ્રામા ખાતે માર્ગ સલામતી સેમિનાર કરાયું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
માર્ગ સલામતી અંગે લોકોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત જી.આઇ.ડી.સી. ડીગ્રી એન્જિનીયરીંગ કોલેજ, અબ્રામા, નવસારી ખાતે તાજેતરમાં માર્ગ સલામતી અવેરનેશ પ્રોગ્રામ કોલેજના લગભગ ૧૫૦ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો સાથે સેમિનાર કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, એક્સિડન્ટ થવાના કારણો, એક્સિડન્ટથી થતી અસરો બાબતે સમજણ આપવામાં આવી હતી. તેમજ ડ્રાઇવીંગ કરતી વખતે હેલ્મેટ-સીટબેલ્ટ કેમ પહેરવું જરૂરી છે અને ટ્રાફિકના નિયમનું પાલન શા માટે કરવું જોઈએ? જે અંગેનું વિસ્તૃતમાં માર્ગદર્શન એઆરટીઓ નવસારીના શ્રી સી.એસ.ટંડેલ દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રી બી.એન.ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને રોડ એન્જિનીયરીગને લગતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન જી.આઇ.ડી.સી. ડીગ્રી એન્જિનીયરીંગ કોલેજના આચાર્ય ડૉ. એચ.એસ.પાટીલ , પ્રા.રાજન લાડ અને પ્રા .પ્રિતેશ રાઠોડ ના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.





