વઢવાણ વિકાસ વિધાલયથી ત્રણ ગામથી વધુને જોડતો રસ્તો ખાડારાજ
ખોલડીયાદ, માળોદ, રામપરા, ફુલગ્રામ સહીત ગામ સાથે જોડાયેલા રસ્તાની હાલત કફોડી બની

તા.17/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ખોલડીયાદ, માળોદ, રામપરા, ફુલગ્રામ સહીત ગામ સાથે જોડાયેલા રસ્તાની હાલત કફોડી બની
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના માળોદ, ખોલડીયાદ, રામપરા સહિતના ગામડાના લોકો વઢવાણ ફાટકથી લઇને વિકાસ વિદ્યાલય તરફનો અંદાજે 800 મીટરના મગરપીઠ સમાન રસ્તા પરથી પસાર થઇ રહ્યા છે આ રસ્તા પરથી જ વઢવાણ માળોદ વચ્ચે આવેલા કૈલાશધામ, પંચદશનામ જૂના અખાડા, કેશવગીરી બાપુના સંન્યાસ આશ્રમ, ટાઢી વડલીએ દિવસે અને રાત્રિએ દર્શન કરવા ભક્તો જઇ રહ્યા છે પરંતુ આ ફાટકવાળા રસ્તા પર ધૂળ અને ખાડાઓથી ત્રસ્ત બન્યા છે આ ઉપરાંત વિકાસ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, રાહદારીઓ તેમજ વાહનચાલકો પણ મોટા ભાગે આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર ડમ્પરો સહિતના વાહનો દિવસ રાત દોડતા હોવાથી મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જ્યારે આ અગાઉ ધારાસભ્ય, સાસંદ સહિતના અનેક ઉચ્ચ કક્ષાના નેતાઓને રજૂઆત કરવા છતાં આ રસ્તો નહિ બનતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો આ અંગે સુરેશવન, અશોકગીરી અને આશિષભાઇ, જયેશભાઇ સહિતના લોકોએ જણાવ્યું કે ગ્રામ્ય પંથકના લોકોને વઢવાણ આવવામાં ખૂબ મુશ્કેલી પડે છે કૈલાશધામ આવતા દર્શનાર્થીઓને પણ હેરાનગતિ થાય છે બિસમાર રસ્તાના કારણે કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રસ્તાનું રિપેરીંગની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.