GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા ના મોઢેરા ખાતે જી-20 ડેલીગેશન મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મહેસાણા ના મોઢેરા ખાતે જી-20 ડેલીગેશન મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને આગામી 27 ઓગષ્ટ રવિવારે સાંજે જી-20ની ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડ ટેબલનું ડેલીગેશન મોઢેરાની મુલાકાત લેનાર છે. ગાંધીનગર ખાતે જી-20ની 27 થી 29 ઓગષ્ટ દરમિયાન જી-20ની ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડ ટેબલ બેઠકનું આયોજન થનાર છે.આ આયોજન સંદર્ભે 100 થી વધુ પ્રતિનિધિઓ સોલર પ્લાન્ટ સુજાણપુરા અને મોઢેરા સૂર્યમંદિરની મૂલાકાત લેનાર છે.27 ઓગષ્ટ રવિવારે સાંજે 05 કલાકે સુજાણપુરા સોલર પ્લાન્ટ અને ત્યાર બાદ મોઢેરા સૂર્યમંદિરને નિહાળી લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાના છે. મહેસાણા મોઢેરા સૂર્યમંદિર તેમજ સુજાણપુરા સોલર પ્લાન્ટની મુલાકાત અંગેનુ આયોજન ,ઇન્ડેક-બી ,જી.પી.સી.એલ, ટી.સી.જી.એલ દ્વારા સંયુક્ત રીતે કરાયુ છે. આ આયોજન સંદર્ભે જરૂરી તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને કરાયું હતું.જેમાં વિવિધ સમિતિઓ બનાવી તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button