લાખણીના પેપળું ગામની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં સરસ્વતી માતાની મૂર્તિ સ્થાપિતનો કાર્યક્રમ યોજાયો.



વાત્સલ્યમ્ સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
લાખણી તાલુકાના પેપળું ગામની પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં તારીખ 21/08/2023 ના રોજ સરસ્વતી માતાની મૂર્તિ સ્થાપિતનો કાર્યક્રમ યોજાયો હતો. જે શાળાની પૂર્વ વિધાર્થીની શાહ હેતલબેન ધુડાલાલ 2001 માં ઉંમર 18 વર્ષે સ્વર્ગવાસ થયેલ હોવાથી બેનની યાદમાં તેમના ભાઈઓ શાહ મહેન્દ્ર કુમાર ધુડાલાલ, ગિરીશ કુમાર ધુડાલાલ, અશ્વિન કુમાર ધુડાલાલ, જગદીશ કુમાર ધુડાલાલ મોરખીયા પરિવાર તરફથી પેપળું શાળામાં સરસ્વતી માતાની મૂર્તિ ભેટ કરી હેતલબેન ધુડાલાલ નામની તકતી લગાવી ભાઈ બહેનના પ્રેમની લાગણી આજે વર્તમાન યુગમાં પ્રેરણારુપ્ બનાવ્યો છે.
જયારે સરસ્વતી માતાજીની મૂર્તિને વાજતે ગાજતે તથા સામૈયાઓ સાથે શાહ ગિરીશકુમાર ધુડાલાલના ઘરેથી ગામની પ્રદક્ષિણા કરીને પ્રાથમિક શાળામાં લાવવામાં આવી હતી. જે બાદ શાસ્ત્રી દ્રારા વિધિ કરીને સરસ્વતી માતાની સ્થાપના કરવામાં આવી હતી. જયારે આ શુભ પ્રસંગમાં ગામના સરપંચ શ્રી તથા નકળંગ ધામના બાબુપુરી મહારાજ શ્રી તથા શાળાના આચાર્ય શ્રી તથા પૂર્વ આચાર્ય શ્રી તથા શાળાનો સમગ્ર સ્ટાફ તથા ગામના વડીલો, સભ્યો તેમજ વિધાર્થીઓએ સાથે મળીને સરસ્વતી માતાજીના પ્રસંગને શોભાવ્યો હતો.









