
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી તા -૨૮ : મહેશ્વરી સમાજ દ્વારા આરાધ્ય ઇષ્ટદેવ પરંમ પૂજ્યશ્રી ધણીમાતંગદેવની 1271મી જન્મજયંતી નિમિત્તિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શોભાયાત્રા બિદડા ગામના મફતનગર થી શુભારંભ કરવામાં આવી હતી આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પ્રસ્થાન કર્યું હતું. શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રા ધણીમાતંગદેવની જન્મજયંતી નિમિત્તે મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ, રાજકીય અગ્રણીઓ અને કાર્યકર્તાઓ, અને સામાજિક આગેવાનો આ જન્મજયંતીની ધાર્મિક લાગણીથી ઉજવણીમાં જોડાયા હતા.આ શોભાયાત્રામાં મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ, સામાજિક અગ્રણીઓ, સમાજની માતાઓ બહેનો તથા મહેશ્વરી સમાજના તમામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ પ્રસંગે ડૉ.આંબેડકર નગર મહેશ્વરી સમાજના પ્રમુખ રવીભાઈ લાખા,દખણો ફળીયો મહેશ્વરી સમાજના પ્રમુખ જેન્તીભાઇ ડોરૂ, માંડવી તાલુકા પંચાયત.માજીપ્રમુખ નિલેશ મહેશ્વરી જણાવ્યું હતું કે, આરાધ્ય ઇષ્ટદેવ ધણીમાતંગદેવની 1271મી ઉજવણી કરવામાં આવી રહી છે તેમણે જણાવ્યું કે ધણીમાતંગ દેવની જન્મજયંતિની મહેશ્વરી સમાજ દ્વારા હર્ષ અને ઉલ્લાસભેર થી ઉજવણી કરવામાં આવે છે.બિદડા સમગ્ર મહેશ્વરી સમાજમાં આજે અનેરો ઉત્સવ મનાવવામાં આવ્યુ હતું.સાથે સામાજિક અગ્રણી રમેશ પાયણએ જણાવ્યું હતું કે, પૂજ્યશ્રી શિવ ભગવાનના દસમાં અવતાર ભગવાન શ્રી ધણીમાતંગ દેવની જન્મજયંતી આજરોજ સમગ્ર કચ્છના તાલુકા અને ગામડાઓમાં ઉત્સાહભેર થી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે. મહેશ્વરી સમાજ દ્વારા આરાધ્ય ઇષ્ટદેવ ધણીમાતંગદેવની 1271મી જન્મજયંતી નિમિત્તિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેશ્વરી સમાજ દ્વારા દર વર્ષે સમગ્ર કચ્છમાં આરાધ્ય ઇષ્ટદેવ ધણીમાતંગદેવની જન્મજયંતી અને પવિત્ર માઘ સ્નાન પૂર્ણાહુતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.