જૂનાગઢ સુખનાથ ચોકમાં જુગારના અખાડા પર પોલીસની રેઇડ : ૧૫ જુગારીઓ સહિત રૂ. ૧૭.૯૪ લાખનો ઝડપી પડ્યો

જૂનાગઢ સુખનાથ ચોકમાં જુગારના અખાડા પર પોલીસની રેઇડ : ૧૫ જુગારીઓ સહિત રૂ. ૧૭.૯૪ લાખનો ઝડપી પડ્યો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિની ડામી દેવા રેન્જ આઇજી નિલેશ જાંજડીયા થતા એસપી હર્ષદ મેહતાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલિયાના માર્ગદર્શન નીચે જૂનાગઢ એ. ડીવીઝન પીઆઈ વી.જે.સાવજ પીએસઆઈ જે.આર.વાજા સહિત એ.એસ.આઇ. સરતાજભાઇ સાંધ તથા પો.હેડ.કોન્સ. કિરણભાઇ, સુરેશભાઇ ગરચર, ભરતભાઇ ખાંભલા, મોહસીનભાઇ, સુરેશભાઇ, પો.કોન્સ. ખીમાણંદ કાનાભાઇ, રામભાઇ ચાવડા, વિક્રમભાઇ છેલાણા, ભરતભાઇ ઓડેદરા તથા પો.કોન્સ કલ્પેશભાઇ ચાવડા, ભુપતસીંહ સોસોદીયા, અજયસીંહ ચુડાસમા, નરેન્દ્રભાઇ બાલસ સહિતના પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે સુખનાથ ચોક વિસ્તારના પિશોરી વાડામાં સલીમ ચાંદ મોરીના રહેણાંક મકાને રેઇડ કરી હતી, જેમાં લાખો રૂપિયાનો જુગાર અખાડો ઝડપાયો હતો. જિલ્લામાં ચાલતી જુગારની ગેર કાયદેસર પ્રવતિને ડામી દેવા સુખનાથ ચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાં મસ મોટું જુગાર ઝડપી પાડવામાં આવ્યું જેમાં ૧૫ જુગારી રૂ.૨,૩૮,૦૦૦ થતા મોબાઈલ અને વાહનોના કુલ મુદામાલ મળી કી.રૂ.૧૭,૯૪,૦૦૦ લાખની મતા સાથે ઝડપી
પાડયા હતા.
આ જુગારધામમાં સલીમ ચાંદ મોરી, સુધીર ચાવડા, મેહબૂબ સાંધ, સવદાસ રામ વદર, રાજુ ધીરુભાઈ મુળીયાશીયા, ભુપત સુરાભાઈ સુત્રેજા, નીતિન સૂચક, આશિષ ત્રાડા, રિયાજશા રફાઈ, હરદાસ મુળીયાશીયા, બાલાભાઈ ગાલોરિયા, કમલેશ સાટોડીયા, સિરાજ બાબુ સવાણ, મુસાભાઈ ઇબ્રાહિમ વીશળ, હબીબ ઇબ્રાહિમ વીશળ નામના શખ્સો વંથલીના ધંધુસર, ધોરાજી, જૂનાગઢ, ગોંડલ ભેસાણના ખેલીઓ જુગાર રમતા પોલીસની ઝપટે ચડતા ૧૫ ઈસમો સામે એ.ડિવિઝનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





