જંબુસર ઉર્દુ કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાની પીએમ પોષણ અંતર્ગત મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના વર્ષ ૨૦૨૩-૨૪ ની જંબુસર તાલુકા કક્ષાની મિલેટ વાનગીઓની સ્પર્ધા જંબુસર ઉર્દુ કન્યા શાળા ખાતે નાયબ મામલતદાર (મધ્યાહન ભોજન) પારૂલ રાઠવા ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં સુપરવાઇઝર અજયભાઈ રાવલ, સીડીપીઓ ઇન્ચાર્જ ઉષાબેન પરમાર,આઈસીડીએસ સુપરવાઇઝર નજમાબેન પઠાણ, સી.આર.સી મહેન્દ્રભાઈ પઢીયાર, આચાર્ય મહેન્દ્રભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સરકાર બાળકોને પૌષ્ટિક પોષણ મળી રહે તે માટે સતત ચિંતિત છે. ગુજરાતમાં કુપોષણ ઘટે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ભારત સરકાર ના પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના વર્ષ ૨૦૨૩-૨૪ ની મિલેટ ધાન્ય વાનગીઓની કુકિંગ સ્પર્ધા જંબુસર ઉર્દુ કન્યાશાળા ખાતે નાયબ મામલતદાર પારૂલ રાઠવા ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ સ્પર્ધામાં ૧૧ શાળાઓ ના પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતા માનદવેતન ધારક સંચાલકો એ ભાગ લીધો હતો જેમાં મિલેટ ધાન્ય બાજરી જુવાર નાગલી (રાગી) માંથી બનતી વાનગીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
સ્પર્ધકો ની વાનગી ઉપસ્થિત અધિકારીઓ ધ્વારા ટેસ્ટ કર્યા બાદ તેઓના નિર્ણય ના આધારે પ્રથમ દ્વિતીય તૃતીય વિજેતા જાહેર કરાયા હતા. જેમાં પ્રથમ ક્રમે કપાસીયાપુરા પ્રાથમિક શાળા ના પલ્લિકા પટેલ,દ્વિતીય ક્રમે હાજી કન્યાશાળા ના સોની રેખાબેન છબીલદાસ તથા તૃતીય ક્રમે ટંકારી કન્યાશાળા ના ગોહિલ સરસ્વતીબેન ને વિજેતા ઘોષિત કરાયા હતા.સ્પર્ધા મા ભાગ લેનાર અન્ય સ્પર્ધકો ને આશ્ર્વસન ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





