BANASKANTHAGUJARATPALANPUR
ડીસાના સેવાભાવી યુવા અગ્રણીએ અંબાજીમાં રીક્ષા ચાલકોને ગણવેશ માટે 2,18,400 નો ચેક અર્પણ કર્યોં

29 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ડીસાના સેવાભાવી યુવા અગ્રણી અને ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચોના મંત્રી પી.એન. માળીએ રૂ. 2,18,400 નો ચેક અર્પણ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પી. એન. માળીએ અંબાજી ભાદરવી પૂનમના મેળા દરમિયાન રીક્ષા ચાલકોને ગણવેશ પેટે આ રકમનો ચેક મંદિરને એનાયત કર્યો છે.અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સતત સાત દિવસ દરમિયાન 150 રીક્ષાઓ મારફત 75 હજારથી વધારે લોકોએ એમની સેવાનો લાભ લીધો હતો. કામાક્ષી મંદિર અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી અંબાજી મંદિર સુધી સિનિયર સિટીજનો, દિવ્યાંગજનો અને બાળકોને સેવા પુરી પાડી હતી. પી.એન. માળીની આ સેવાઓને બિરદાવી કલેક્ટર શ્રી વરૂણ બરનવાલાએ પણ આભાર વ્યક્ત કર્યો હતો.
[wptube id="1252022"]