
વિજાપુર ખણુંસા ગામે તાલુકા ઠાકોર સેના સંઘઠન ની મીટીંગ યોજાઈ
યુવા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખણુંસા ગામમાં તાલુકાના ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ રણજીતસિંહ ચતુરજી ઠાકોર ની આગેવાનીમાં મીટિંગ યોજાઈ હતી જેમાં આગામી દિવસો માં આવતી લોકસભા ની ચૂંટણી માં ઠાકોર ક્ષત્રિય સમાજ તેમજ બક્ષીપંચ માટે ની બેઠક ઉપર સમાજની પ્રભુત્વ વાળી બેઠકો ઉપર ઉમેદવાર મૂકવા તેમજ ઠાકોર સેના ના સંઘઠન ને મજબૂત કરવા માટે ચર્ચા વિચારણા યુવાનો વર્ગ સાથે બેઠક ના રૂપ માં સભા યોજાઈ હતી તેમજ ખણુંસા ગામમાંથી 04/02/2024 ના રોજ ખેરાલુ સ્નેહમિલન કાર્યક્રમ માં ના આયોજન માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મનીષકુમાર ઉદેસિંહ ઝાલા (ઉપ પ્રમુખશ્રી, વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સેના) તેમજ વિનુજી સોમાજી ઠાકોર તેમજ અશોકજી રામાજી ઠાકોર તેમજ સુરેશજી ભીખાજી ઠાકોર સહિતના તાલુકાના હોદ્દેદારો પણ પણ જોડાયા હતા ઠાકોર સેના સંઘઠન ને મજબૂત કરવા એક જૂથ સાથે મહા સંમેલન માં એકતા દર્શાવવા માટે સમાજના યુવકોને અપીલ કરવામાં આવી હતી