
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા સિવિલ હોસ્પિટલની સામે આવેલ ક્વાર્ટરની પાછળની ભાગે એક્સપાયર થઈ ગયેલ સરકારી દવાઓનો જથ્થો મોટા પ્રમાણમાં ફેંકી દેવામાં આવેલ છે.ત્યારે આ મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકી દેવામાં આવતા, મૂંગા પશુઓ તે મેડિકલ વેસ્ટ ને ખાઈ રહ્યા હોય તેવા દ્રશ્ય પણ સર્જાતા જોવા મળી રહ્યા છે.જેના કારણે આરોગ્ય વિભાગની બેદરકારી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે.ડાંગ જિલ્લાની આહવા સિવિલ હોસ્પિટલની સામે આવેલ ક્વાર્ટરની પાછળની ભાગે એકસપાયર થયેલ સરકારી દવાઓનો જથ્થો મોટા પ્રમાણમાં ખુલ્લામાં ફેંકી દેવામાં આવેલ છે. જોકે આ મેડિકલ વેસ્ટ યોગ્ય નીતિ નિયમ અનુસાર માનવ વસવાટથી દૂર નાશ કરવાનો હોય છે.પરંતુ અહીં તાલુકા તથા જિલ્લા આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે સિવિલ હોસ્પિટલનો એક્સપાયર થયેલ દવાઓનો જથ્થો ખુલ્લામાં ફેંકી દેવામાં આવેલ છે.ત્યારે આ મેડિકલ વેસ્ટનાં કારણે આસપાસના વિસ્તારને નુકસાન થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે.તેમજ મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકી દેવામાં આવેલ હોવાથી ગાય – ભેંસ જેવા મૂંગા પશુઓ આ મેડિકલ વેસ્ટ ને ખાવા માટે પ્રયત્ન કરી રહ્યા હોવાના દ્રશ્ય પણ સામે આવ્યા હતા.તેવામાં આ મૂંગા પશુઓના પેટમાં આ મેડિકલ વેસ્ટ જાય અને કોઈ અઘટિત ઘટના બને તો કોણ જવાબદાર રહેશે ? શું આ મામલે અધિકારીઓને જાણ નથી કે પછી અધિકારીઓને તે મામલે જાણ હોવા છતાં પણ અજાણ હોવાનું ઢોંગ કરી રહ્યા છે તે પણ એક તપાસનો વિષય બની ગયો છે.ખાનગી હોસ્પિટલ દ્વારા પોતાનો મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેકવામાં આવે છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવતી હોય છે. પરંતુ અહીં સરકારી અધિકારીઓની બેદરકારીને કારણે આહવા ખાતે ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકી દેવામાં આવેલ હોય તેવું જોવા મળી રહ્યું છે.આ સમગ્ર મામલાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે મેડિકલ વેસ્ટ ને ત્યાંથી દૂર કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.આ બાબતે ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ હિમાંશુ ગામીતનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે આ મેડિકલ વેસ્ટ કોણે ફેંક્યો છે જે અંગે તપાસ કરી તાત્કાલીક કાર્યવાહી કરૂ છું…





