લાખણી તાલુકામાં આવેલ શ્રી વાસણા (વાતમ) પગાર કેન્દ્ર શાળામાં મટકી ફોડ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
“કાંના ને રીજવાની વાત એટલે આપણું બનાસકાંઠાં”
ભારતભરમાં શ્રી કૃષ્ણના જન્મ એટલે ગોકુળ આઠમ વિષ્ણુ ભગવાનના દસ અવતારની વાત થાય તેમાં બાળકોને ગમતું પ્રાત્ર એટલે શ્રી કૃષ્ણની બાળલીલા જે દર વર્ષની જેમ આ વખતે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વાસણા(વાતમ)ના શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળામાં આચાર્ય શ્રી.રમેશભાઈ
સી.આર.સી શ્રી.વિહાજી.રાજપૂત તથા શાળા પરિવાર કાનજી મટકી ફોડના ભોજન દાતાશ્રી.ઉદયજી,વનાજી, કરશનજી,ભૂરાજી,ભલજી, રમેશજી,માનાજી,દિલીપજી, કલ્યાણજી,વિપુલજી, અલ્પેશજી, કોનાજી, માલાજી,હરેશજી,નીલેશજી જેવા યુવાન ટીમ વિરમની પરિવાર દ્વારા બાળકોને પ્રોત્સાહિત ગિફ્ટો સાથે શાળા આંગણમાં રાસ ગરબા સાથે શ્રી કૃષ્ણ તેમના ભાઈ બળવંત,અને ગોવાળીયા ટીમ સાથે વિહોલ વિજયસિંહ ચંદનસિંહ દ્વારા જય રણછોડ માખણ ચોર નારા સાથે બાળ કાનુડો વાસણા નગરીમાં મટકી ફોડીને જાણે ભગવાનના આબેહૂબ દર્શન શાળા તથા ગામજનોમાં અનેરો ઉત્સવ નિહાળવા મળ્યો.