અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
વિશ્વાસઘાત : રેલ્લાંવાડા ગામે મરચાંના વેપાર અર્થ આવેલા રાજકોટના વેપારીની સાથે રહેતા માણસ જ વેપારીના રૂપિયા લઇ ફરાર

હાલ ઉનાળા ની સીઝન ચાલુ છે ત્યારે વેપાર અર્થ એ આવેલ રાજકોટ નો વેપારી જે મરચા, હળદળ તેમજ ધાણા પાવડર નો વેપાર એક ગામથી બીજા ગામે કરતા હતો જે છેલ્લા એક મહિનાથી અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાના ગામડાઓ માં પોતાનો ટ્રક લઇ વેપાર કરતા હતો જેમાં વેપારી સાથે કામ કરતો એક માણસ જે રાજકોટનો અને વેપારીના પાડોશનો હતો પરંતુ અહીં વેપાર માં એક એવી ઘટના બની કે તમે પણ ચોકી ઉઠશો જેમાં વેપાર અર્થ એ આવેલા અને નોકર તરીકે કામ કરતા માણસે જ વેપારી સાથે વિશ્વાસઘાત કરી મરચાના રૂપિયા લઇ ફરાર થયો હોવાની ઘટના સામે આવી છે
રાજકોટ થી અરવલ્લી જિલ્લામાં આવેલા મરચાના વેપારીના મેઘરજ તાલુકાના રેલ્લાવાડા પાસેના જલારામ પટ્રોલ પંપ પર રોકાયેલ વેપારીના માણસે રૂપિયા,90 હજાર જેટલી રોકડ રકમ ચોરી કરી શખ્સ ફરાર થઇ ગયો હોવાની આશંકા ને ભોગ બનનાર વેપારીએ ઇસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તાજવીજ હાથ ધરી છે,પેટ્રોલ પંપ ના સીસીટીવી માં શખ્સ હતો હોવા પણ દ્રશ્યો કેદ થયા છે.દૂરથી પેટીયું રડવા આવેલા વેપારી ના મહેનતની મૂડી ચોરતા વેપારી આ શખ્સ ક્યાંય દેખાય તો સંપર્ક કરવા અપીલ કરી હતી.









