હાલોલ ટોલ પ્લાઝા પાસે પાર્ક કરેલી ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતો એક ઝડપાયો ચાર ફરાર,પોલીસે 5 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧.૯.૨૦૨૩
ગત મોડી રાત્રે હાલોલ ટોલપ્લાઝા નજીક હોટલમાં ચા પાણી કરવા ઉભા રહેલા ટ્રક ચાલક ની ટ્રકમાં થી ડીઝલ ચોરી કરતા એક આરોપી ઝડપાઇ ગયો હતો.જયારે અન્ય ચાર આરોપીઓ સાથે લઈને આવેલ નંબર વગર ની સ્વીફ્ટ કાર માં ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. હાલોલ ટાઉન પોલીસે ટ્રક ચાલાક ની ફરિયાદ ને આધારે પાંચ અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.બનાવની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશ ના મેનપુરી જિલ્લાના હીરોલી ગામ ના અજિતસિંહ સુરેશસિંહ નાઈ આગ્રા થી રાજસ્થાન ખાતેના કછોલા અને ત્યાંથી પાવડર ભરેલી સુરત ખાતે જતા હતા ત્યારે ગત મોડી રાત્રે અગિયાર વાગ્યાના સમય ગાળા દરમ્યાન હાલોલ ટોલ પ્લાઝા પાસે આવેલ હોટલ પર ચા પાણી કરવા ઉભા રહ્યા હતા.થોડીવાર માં એક સફેદ કલર ની નંબર વગરની કાર આવી ટ્રક પાસે ઉભી રહેલ અજીતસિંહ ને શંકા જતા કંડક્ટર પંકજ ને ટાયર ચેક કરવાનું જણાવતા તે ટ્રક પાસે ગયો ત્યારે એક ઈસમ ટ્રક ની ડીઝલ ટાંકીમાં પાઇપ નાખી કારબામાં ભરી ચોરી કરતો દેખાતા પંકજે અજીતસિંહને ફોન કરી ટ્રક પાસે જલ્દી આવો જણાવતા તે ટ્રક પાસે આવતા ગાડીમાંથી ડીઝલ ચોર ને જોઈ બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. જેથી નંબર વગર ની સફેદ કાર માં આવેલ અન્ય ચાર ઈસમો કારમાં બેસી ભાગી છૂટ્યા હતા જયારે એક ઈસમ ત્યાં રહી ગયો હતો. બનાવ ની જાણ હાલોલ ટાઉન પોલીસ ને થતા તે ઘટના સ્થળે દોડી આવી હતી ડીઝલ ચોર ઝડપાયો ની વાત ફેલાતા લોકટોળા જમ્યા હતા.પોલીસ ટ્રક ચાલાક અજીતસિંહની ફરિયાદ ના આધારે પોલીસે પાંચ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમય થી સાવલી તેમજ કાલોલ ખાતે મેન હાઇવે ઉપર ડીઝલ ચોર ટોળકી સક્રિય બની પોલીસ ને પડકાર ફેંકી હંફાવી રહી છે.ત્યારે હાલોલ ખાતે ડીઝલ ચોર ટોળકી સક્રિય થતા હાલોલ પોલીસ પણ દોડતી થઇ ગઈ છે.