GUJARATMEHSANAVIJAPUR

કડી સર્વ વિદ્યાલય ખાતે આર્યુવેદ તંદુરસ્ત જીવન માટે ઉપયોગી ઉપચાર અંતર્ગત વ્યાખ્યાન યોજાયું

કડી સર્વ વિદ્યાલય ખાતે આર્યુવેદ તંદુરસ્ત જીવન માટે ઉપયોગી ઉપચાર અંતર્ગત વ્યાખ્યાન યોજાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત અને સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન સુરજબા કોલેજ ઓફ એજ્યુકેશન અને એસ.વી.કોલેજ ઓફ એજ્યુકેશન મંગળવાર ના રોજ (” Ayurveda for Healthy life) જીવન ની તંદુરસ્તી માટે આર્યુવેદ એક ઉપયોગી ઉપચાર અંતર્ગત ” વિષય પર ડૉ.વૃંદન જયસ્વાલનું વ્યાખ્યાન યોજાયું હતું. જે અંતર્ગત જીવનમાં તંદુરસ્ત રહેવા માટે આયુર્વેદનું મહત્વ અને આયુર્વેદિક દિનચર્યા અંગે ડૉ.વૃંદન જયસ્વાલે તમની આગવી શૈલીમાં ઊંડી સમજ આપી હતી. આ વ્યાખ્યાનમાં કુલ 130 જેટલા તાલીમાર્થીઓ કોલેજના અધ્યાપક ગણ હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કોલેજના આચાર્ય ડૉ.ભાવિક શાહ ડો. અલકા પંચાલ તેમજ પ્રા. અશોક પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button