BANASKANTHAGUJARATPALANPUR

યોગાંજલિ કેળવણી મંડળ ખાતે પૂ.માતાજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુ.શ્રી જ્યોતિબહેનનું વ્યાખ્યાન યોજાયું

યોગાંજલિ કેળવણી મંડળ ખાતે સંસ્થાના સુવર્ણજયંતિ વર્ષના ઉપક્રમે સુ.શ્રી જ્યોતિબહેનનું પ્રવચન યોજાયું 

23 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

યોગાંજલિ કેળવણી મંડળ ખાતે પૂ.માતાજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ૯૫૦માં શરુ કરવામાં આવેલી યોગાંજલિ કેળવણી મંડળની વિકાસયાત્રાનું આ ૫૦ મું સુવર્ણજયંતિ વર્ષ હોઈને આ સમગ્ર વર્ષ દરમ્યાન સંસ્થા દ્વારા શૈક્ષણિક ,સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેનો શુભારંભ ૨૧ મી ફેબ્રુઆરીએ પોંડીચેરીના પૂજ્ય શ્રીમાતાજીના શુભ જન્મદિવસે કરવામાં આવ્યો . યોગાંજલિ આશ્રમના પરિસરમાં વિવિધ કાર્યક્રમો અને પ્રવચનો માટે “ હોલ ઓફ હાર્મની ” નું નિર્માણ કરવામાં આવ્યું છે તેનું ઉદઘાટન દીપ પ્રજ્જ્વલન અને આધ્યાત્મિક પ્રવચન દ્વારા કરવામાં આવ્યું. સુ.શ્રી જ્યોતિબહેન થાનકી કે જેઓ શ્રી અરવિંદ દર્શનના ઊંડા અભ્યાસુ અને જાણીતા લેખિકા છે.તેમણે “ શ્રી માતાજીના પ્રકાશમાં આપણું જીવન” એ વિષય પર અત્યંત પ્રેરક અને મનનીય પ્રવચન આપી વિશાળ સંખ્યામાં હાજર રહેલા શ્રોતાઓને સારી રીતે જીવન કેવી રીતે જીવી શકાય તેનું માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે યોગાંજલિ આશ્રમના નિયામિકા સુ શ્રી રમીલાબહેન ગાંધીની વિશેષ ઉપસ્થિતિ હતી ઉપરાંત ઇનરવ્હીલ ક્લબ સિદ્ધપુરના સભ્યો , સીનીયર સીટીઝન ક્લબના સભ્યો ,શિક્ષકો અને સિદ્ધપુરના પ્રબુદ્ધ નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રવચનના સમાપનમાં સહુ એ પ્રાર્થના અને ધ્યાન કર્યું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button