

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૬/૧૦/૨૦૨૩
આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ ૨૦૨૩ અંતર્ગત “મિલેટ ડેવલોપમેન્ટ યોજના” હેઠળ નેત્રંગ તાલુકા કક્ષાનો મેળો અને કૃષિ પ્રદર્શન જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરી ખેતીવાડી ખાતા દ્વારા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગ રૂપે સાંસદ મનસુખભાઈ વસાવા અધ્યક્ષસ્થાને નેત્રંગ સ્વામીનારાયણ મંદિર હોલ ખાતે પ્રદર્શન કમ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
”રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે.” રાજ્ય સરકારના કૃષિ અભિયાનના કારણે ખેડૂતમિત્રોના પ્રયત્નો અને સક્રિય ભાગીદારી થકી ખેડૂતોની નવી ટેકનોલોજી અપનાવતા થયા છે. રાજ્યના તમામ ખેડૂતો કૃષિ મહોત્સવ થકી સરકારની અનેકવિધ યોજનાઓ તથા ખેતી ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજીની માહિતી પ્રાપ્ત કરીને ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના આહ્વાનને સફળતા મળી રહી છે.
કૃષિ મેળામાં ખેડૂતોને મિલેટ્સ પાકો તથા પ્રાકૃતિક ખેતી અન્વયે તજજ્ઞો દ્વારા માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. કૃષિ મેળામાં ખેતીવાડીમાં ઉપયોગી ખેત ઓજારો, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, પ્રધાનમંત્રી કિસાન યોજના, આઈસીડીએસ, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગની યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલનું પણ યોજાયું હતું.
આ કૃષિ મેળામાં સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવિણભાઇ માંડાણી, મદદનીશ ખેતી નિયામક ભરૂચ કુલદિપ વાળા, પોલિસ સબ ઇન્સ્પેકટર આર.આર.ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી આર.બી.મલેક, તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા, તાલુકા ખેતીવાડી વિભાગનાં વિસ્તરણ અધિકારી યોગેશ પવાર,બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા, ખેડૂત અગ્રણી કિશોરસિંહ વાંસદીયા અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.








