AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લા એલસીબી અને એસઓજીનાં સંયુક્ત કામગીરીથી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ  જિલ્લાનાં નાંદનપેડા ગામ ખાતેથી થોડાક મહિનાઓ પહેલા મોટરસાયકલની  ચોરી થઈ હતી.ત્યારે ડાંગ જિલ્લા એલસીબી અને એસઓજીએ સંયુક્ત કામગીરી કરી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.તેમજ બેની અટકાયત કરી હતી.અને મોટરસાયકલ રિકવર કરવામાં આવી હતી.ડાંગ જિલ્લા એલ.સી.બી. અને એસ.ઓ.જી.  પોલીસ સ્ટાફના માણસોએ સંયુક્ત રાહે ડાંગ જિલ્લાનાં ડોન વિસ્તારમાં જરૂરી વોચ અને   પેટ્રોલિંગ કરી રહ્યા હતા.ત્યારે  દિનેશ રાજુ પવાર (રહે.પઠાવે દિગર પો.તહવાડે તા.સટાણા જી.નાશીક ) અને રોહીત નંદુ બહીરમ (રહે.સાવરગાવ પો. તહવાડે તા.સટાણા જી.નાશીક) એ નંબર પ્લેટ વગરની મોટર સાયકલ સાથે ફરી રહ્યા હતા.ત્યારે પોલીસ સ્ટાફના માણસોએ બંને ઈસમોને  ઝડપી પાડયા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતુ કે,આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નાંદનપેડા ગામથી આ બે ઈસમોએ મોટરસાયકલ ચોરી કરી હતી.ત્યારે ડાંગ જિલ્લા એલસીબી અને એસઓજી પોલીસ સ્ટાફના માણસોએ બંને ઈસમોની અટકાયત કરી,આહવા પોલીસને આરોપી સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button