દસાડાના વિસાવડી પાસે હિટ એન્ડ રનની ઘટના ડમ્પર ચાલકે રીક્ષાને ટક્કર મારતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત

તા.06/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા બેફામ ચાલતા ડમ્પર ચાલકો અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે ફરી અકસ્માતની ઘટના બની છે જેમાં વિસાવડી રોડ વિહત માતાના મંદિર પાસે ડમ્પરે લોડીંગ રીક્ષાને અડફેટે લેતાં રીક્ષા ચાલકનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું મળતી માહિતી મુજબ વડગામના પિતા પુત્ર લોડીંગ રિક્ષામાં લાકડા ભરી જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બેફામ ડમ્પર ચાલકે ટક્કર મારતા રીક્ષા ભંગોળાઈ હતી રીક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી સદ્નસીબે સગીરને કોઈ ઈજા પહોંચી ન હતી ગંભીર ઈજાને પગલે 31 વર્ષીય મુકેશ કરશનભાઈ રાવળ રહે વડગામ દસાડા, સુરેદ્રનગરનુ સગીર પુત્રની સામે જ મોત થયુ હતુ અકસ્માત સર્જી અજાણ્યો ડમ્પર ચાલક ફરાર થયો હતો બનાવની જાણ થતા ઝીંઝુવાડા પોલીસ પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ કલાકો સુધી પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહ પડી રહ્યો હતો અને અંદાજે ત્રણ કલાક બાદ દસાડા હોસ્પિટલ ડોક્ટર પી.એમ.માટે પહોંચ્યા હતા મૃતદેહનુ પી.એમ.પણ થયું ન હતુ છતાં ઝીંઝુવાડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કલ્પેશ અસારીએ પી.એમ. વિના જ મૃતદેહ કબજાની પહોંચ આપી જતા રહ્યા હતા આ બાબતે હેડ કોન્સ્ટેબલ કલ્પેશ અસારીને પૂછતા ચૂંટણી બંદોબસ્ત માટે જવાનું હોવાથી પી.એમ.વિના જ પહોંચ આપી દીધી હોવાનું જણાવ્યું હતુ ત્યારબાદ તાબડતોબ ફરી સરકારી હોસ્પિટલ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.