
Garbada:ગરબાડા તાલુકાના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો હતો
દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટીયા ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવ તથા જીલ્લા ક્ષય અઘિકારી ડૉ.આર.ડી. પહાડીયાના માર્ગદર્શન અન્વયે વડોદરા દિપક ફાઉન્ડેશન દ્વારા પાટીયા ખાતે પ્રિઝમટીવ ટીબીના લાભાર્થીઓના એક્ષરે કરવામાં આવ્યા હતા.ગરબાડા તાલુકામાં આરોગ્યની સેવાઓ છેવાડાના માનવી સુધી મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમ્યાન ડાયાબિટીસ, બીપી અને એચબીની પણ તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પની અંદર અંદાજિત કુલ ૧૦૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
[wptube id="1252022"]