ગોધરા ખાતે ધોરણ ૧૦ પછી ડીપ્લોમામાં પ્રવેશ મેળવવા અંગે માર્ગદર્શન સેમીનાર યોજાશે
નિલેશભાઈ દરજી શહેરા
___________
સરકારી પોલિટેકનિક કોલેજ ગોધરા દ્વારા ધોરણ ૧૦ પછીના પ્રથમ વર્ષ અને સી.ટુ.ડી બીજા વર્ષ ડીપ્લોમા અભ્યાસક્રમમાં વર્ષ ૨૦૨૩-૨૪ની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને પ્રવેશ કાર્યવાહીના ક્રમિક પગલા અંગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પડતી મુશ્કેલીઓના માર્ગદર્શન તથા સમસ્યાઓના નિરાકરણ માટે એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ ડીપ્લોમાં કોર્સીસ (ACPDC) અમદાવાદ દ્વારા માર્ગદર્શન સેમીનાર અને ચર્ચા સભાનું આયોજન કરાશે.
આગામી તારીખ ૧૭/૦૫/૨૦૨૪, શુક્રવાર તથા તારીખ ૦૭/૦૬/૨૦૨૪,શુક્રવાર સવારે ૧૧.૦૦ કલાકે,શહીદ ભગતસિંહ ઓડિટોરિયમ હોલ, સરકારી પોલિટેકનિક ગોધરા ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાશે. ઉપરોક્ત તારીખે ડિપ્લોમામાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ તથા વાલીઓ રૂબરૂ હાજર રહીને લાભ લઈ શકશે તેમ આચાર્યશ્રી સરકારી પોલિટેકનિક, ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
***