GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર વેલ્ડિંગના ધંધાર્થીનું ચાલુ કામે હાર્ટ એટેક આવતા યુવકનું મોત

WANKANER:વાંકાનેર વેલ્ડિંગના ધંધાર્થીનું ચાલુ કામે હાર્ટ એટેક આવતા યુવકનું મોત
વાંકાનેરના જડેશ્વર ચેમ્બરમાં આવેલ વેલ્ડિંગની દુકાનમાં ચાલુ કામે હાર્ટ એટેક આવતા દુકાન માલિક એવા આધેડ સ્થળ ઉપર ઢળી પડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના મીલ પ્લોટમાં રહેતા શંકરભાઇ લક્ષ્મણભાઇ કુંમખાણીયા ઉવ.૪૦ની વેલ્ડીંગની દુકાન જડેશ્વર ચેમ્બરમાં આવેલી છે ત્યારે ગઈકાલ તા.૦૯/૦૪ના રોજ બપોરના સમયે શંકરભાઈ પોતાની દુકાનમાં વેલ્ડીંગનું કામ કરતા હોય ત્યારે અચાનક તેમને જોરદાર હૃદયરોગનો હુમલો આવતા તેઓ ત્યાં ઢળી પડતા શંકરભાઈને સારવારમાં વર્કાબેર સરકારી હોસ્પિટલ લાવતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેઓને જોઈ તપાસી મૃત જાહેર કરતા વાંકાનેર સીટી પોલીસે મૃત્યુના બનાવની અ.મોતની નોંધ કરી ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
[wptube id="1252022"]