
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાની ભારતીય વિદ્યા મંદિર દાવલીમાં સ્વયં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી

મોડાસા તાલુકાની ભારતીય વિદ્યા મંદિર દાવલીમાં સ્વયં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.* *શાળામાંથી 16 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક,આચાર્ય અને સેવકની ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી.. શાળામાં પ્રાર્થનાથી શરૂ કરી તમામ શૈક્ષણિક કામગીરી વિદ્યાર્થીઓએ ખુબ જ સુંદર રીતે નિભાવી હતી.
શાળાના આચાર્યશ્રી નરેશભાઈ પ્રજાપતિ તથા શાળા પરિવારે વિદ્યાર્થીઓએ કરેલી શિક્ષક તરીકેની ઉમદા કામગીરીને બિરદાવી હતી. વિદ્યાર્થીઓ આવનાર ભવિષ્યમાં પ્રગતિના શિખરો સર કરે અને શિક્ષક જેવા પવિત્ર વ્યવસાયને સ્વીકારી સમાજનું અને દેશનું કલ્યાણ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના તમામ શૈક્ષણિક સ્ટાફે સાથ અને સહકાર આપી સ્વયં શિક્ષક દિનને યાદગાર બનાવ્યો હતો..
[wptube id="1252022"]









