
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ પોલીસે વઘઈના કાલીબેલ ખાતે હોળીના ભૂરકુંડિયા બજારમાં ગેરકાયદેસર રીતે ચકલી પોપટનો જુગાર રમાડનારને ઝડપી પાડ્યો હતો.તેમજ ૧૬ હજાર કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.વઘઈ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,જુગાર લીસ્ટેડ બુટલેગર રાજેશભાઈ હીરાલાલ જયસ્વાલ કાલીબેલ ખાતે ભરાતા ભૂરકુંડિયા હોળીના મેળામાં ચકલી પોપટનો પૈસા પર હાર જીતનો જુગાર રમાડે છે.જે બાતમીના આધારે વઘઈ પોલીસ સ્ટાફનાં માણસોએ ભૂરકુંડિયા હોળીના મેળામાં રેડ કરી હતી.ત્યારે રાજેશભાઈ હીરાલાલ જયસ્વાલ ગેરકાયદેસર રીતે કાલીબેલ ખાતે એક ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જાહેરમાં આવતા જતા લોકો પાસેથી પૈસા લઈ હાર જીતનો ચકલી પોપટનો જુગાર રમાડતા ઝડપાયો હતો.જે બાદ પોલીસે તેની અટકાયત કરી હતી,અને રોકડ ૧૬,૭૯૦/- રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.હાલમાં વઘઈ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..





