
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
પોલિસ પ્રજાનો મિત્ર : મોડાસા ટાઉન પો.સ્ટે.વિસ્તારમાાં માલપુર રોડ પરથી ગુમ થયેલ મોટર સાયકલ પરત મળી આવતા અરજદારે પોલિસ પરિવાર નો આભાર વ્યક્ત કર્યો

અરજદાર ભાથીવસિંહ મોહનસિંહ ચૌહણ જેઓ શ્યામનગર સોસાયટી,માલપુર રોડ,મોડાસા ખાતે રહે છે જેઓ માલપુર રોડ પર આવેલ ITI ની સામે આવેલ BSS માઇક્રો ફાઇનાન્સમા નોકરી કરે કરતા હતા જેઓ તા.18/05/2024 ના રોજ નોકરી પર ગયેલ ત્યારે અરજદાર મોટર સાયકલ નંબર GJ31Q3331 પાર્કિંગમા પાર્ક કરેલ જે સમયે આશરે સાંજના 5.00 કલાકે નોકરી પુરી કરી પરત પાર્કિંગમા પોતાની મોટર સાઇકલ લેવા આવેલ અને ત્યાં જોતા પોતની મોટર સાયકલ પાર્કિંગમા જોવા મળેલ નહિ અને આજુબાજુ તપાસ કરતા મોટર સાયકલ ક્યાં પણ જોવા મળેલ ન હતી અને તેઓ ચિંતિત થયાં કે મારી મોટર સાઇકલ ક્યાં ગઈ હવે શું કરવું મોટર સાયકલ કઈ રીતે શોધવી જેવા પ્રશ્નો ઉદભવ્યા જે બાબતે તેઓ ખબૂ ચિંતિત થઇ ગયેલ હતા મોટર સાઇકલ ન મળતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કાંટ્રોલ સેન્ટર)ના પો.સ.ઇ. જે.એચ. ચૌધરી ને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ
અરવલ્લી જિલ્લા પોલીસ વડા શૈફાલી બારવાલ અને ડી વાય એસ.પી.આર.ડી.ડાભીના માર્ગદર્શન હઠેળ નેત્રમ શાખા (કમાન્ડ & કાંટ્રોલ સેન્ટર)ના પો.સ.ઇ. જે.એચ. ચૌધરી, પો.કો. સ્વસ્તીક પટેલ,દેવાંગીબેન, સૌમીર પટેલ, વસંતબેન, સોનલબેન, સીન એન્જી. વિશાલ શાહ, જુની.એન્જી. ઉત્પલ પટેલ સહીતની ટીમ દ્વારા ભારે જહમત ઉઠાવી મોટર સાયકલ ને VISWAS પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજની મદદથી ચાર રસ્તા પોલીસ ચોકી,પાવન સીટી , બસ સ્ટેન્ડ,સાંઈ મંદિર અને સહયોગ ચોકડીના સીસીટીવી ફૂટેજ ચેક કરતા ભારે જહમત બાદ સાંઈ મંદિરનાં કેમેરામાં અરજદારની મોટર સાઇકલ કી50,000/- ને લઇ કોઇ અજાણ્યો ઇસમ સહયોગ ચોકડી તરફ જતો Cctv મા જોવા મળેલ
અરવલ્લી નેત્રમ શાખા ના પોલીસ સ્ટાફ દ્વારા અરજદાર ને સાથે રાખી તાત્કાલિક સાંઈ મંદિર વિસ્તારમા રૂબરૂ તપાસ કરતા અરજદારની મોટર સાયકલ સાંઈ મંદિર પાસે આવેલ શાસ્ત્રી મેદાનમાં બીનવારસી સહીસલામત મળી આવેલ હતી આમ, અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા અરજદારની મોટર સાયકલ શોધી આપી અરજદાર ને સુપ્રત કરેલ અરજદાર ને આશા પણ ન હતી કે મારી મોટર સાઇકલ પરત મળશે પરંતુ નેત્રમ અને cctv સાથે ટેક્નોલોજી નો ઉપયોગ થી આટલી ઝડપથી મોટર સાયકલ શોધી આપતાં પોલીસનો અરજદારે આભાર વ્યક્ત કર્યો હતો









