
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૭.૨.૨૦૨૪
હાલોલ ગોધરા રોડ ઉપર ગેસની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા લાગેલી આગનો ફુવારો 20 ફૂટ ઊંચે ઉડતા ઉઠેલી અગનજવાળાઓ થી અફરા તફરી અને દોડધામ મચી હતી. ઘેર ઘેર વિશ્વાસની જ્યોત પ્રગટાવતી ગુજરાત ગેસ ની પાઇપ લાઇન માં આગ ના ફુવારા ની જ્યોત પ્રગટી જતા ગુજરાત ગેસ ની ગાડી અને ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા.જોકે ગુજરાત ગેસ ના કર્મચારીઓ એ સેફટી વાલ્વ બંધ કરી દેતા લીકેજ બંધ થયું હતું અને આગ ઉપર પાણી નો મારો ચલાવતા આગ કાબુમાં આવી હતી.હાલોલ ગોધરા રોડ ઉપર રોડ ની સાઈડ માં ખાનગી ટેલિકોમ કંપની દ્વારા કરવામાં આવેલા ખોદકામ ના ખાડા માં કચરો સળગતા ત્યાં ખોદકામ માં દબાયેલી પીએનજી ની રબર ની મુખ્ય લાઇન માં લીકેજ થતા ધડાકા સાથે આગનો ફુવારો 20 ફૂટ ઊંચે ઉડતા આ આખા વિસ્તાર માં દોડધામ મચી હતી.આગ નો ફુવારો જોઈ અનેક લોકો દુર્ઘટના ના ડરે ત્યાંથી દૂર ભાગી છૂટ્યા હતા.પ્રેસર થી ગેસ લીકેજ થતા આગ ની અગનજ્વાળાઓ ઊંચે સુધી ઉઠતા એક તબક્કે રોડ ઉપર દોડધામ મચી હતી. તો આજુબાજુ ની દસેક જેટલી સોસાયટીઓ ના ઘરે ગેસ નો સપ્લાય બંધ થઈ ગયો હતો. આગ લાગ્યાની જાણ હાલોલ ફાયર ફાઈટર ની ટીમને કરવામાં આવતા ફાયર ફાઈટર ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુજરાત ગેસ ની ગાડી પણ ઘટના સ્થળે પહોંચીને નજીકમાં રહેલો સેફટી વાલ બંધ કરી ગેસનો સપ્લાય બંધ કરી દેતા મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.










