JETPURRAJKOT

રાજકોટ શહેરમાં મકાન ભાડે આપતા અગાઉ સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા સૂચના

તા.૧ મે

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા તથા મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્‍છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્‍તારમાં મકાનો, ઔદ્યોગિક એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો, સંચાલકો માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ એ પ્રતિબંધાત્મક હુકમો જાહેર કર્યા છે.

જે મુજબ કોઈ ઔદ્યોગિક એકમો, મકાનો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજના માલિકો અથવા માલિકે ખાસ સત્તા આપેલ સંચાલકો જયારે ઔદ્યોગિક એકમો, મકાનો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્‍યારે સંબંધિત પોલીસ સ્‍ટેશનને જાણ કર્યા વિના કોઈ વ્‍યક્તિને ભાડે આપી શકશે નહીં. ભાડે આપનાર તથા રાખનારે નોટરી પાસે જરૂરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે. બંનેના ફોટા સાથેના ભાડા કરારની નકલ તેમજ ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય, તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં આપવાનું રહેશે. આ હુકમ તા. ૩૦/૦૬/૨૦૨૩ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

[wptube id="1252022"]
Back to top button