
5 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આજ રોજ વિદ્યાધામ- ભાગળ(પીં ) સંચાલિત શ્રી એસ.ડી.એલ શાહ હાઇસ્કૂલ ભાગળ(પીં)તાલુકો પાલનપુર,જી.બનાસકાંઠા માં ધોરણ -10 શુભેચ્છા સમારોહ અને ધોરણ -12નો વિદાય સમારંભ યોજાયો. જેમાં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ બનાસકાંઠા જિલ્લાના શિક્ષણવિદ અને કેળવણીકાર શ્રીઆર.એચ. ડેલ સાહેબ (ભૂતપૂર્વ આચાર્યશ્રી પટોસણ, મંત્રી શ્રી બનાસકાંઠા આંજણા કેળવણી મંડળ પાલનપુર, નિયામકશ્રી આદર્શ વિદ્યાસંકુલ, વડગામ) અને જલોત્રા હાઈસ્કૂલના આચાર્યશ્રી સરદારભાઈ ચૌધરી, લક્ષ્મણભાઈ ભટોળ, સરપંચશ્રી અનિલભાઈ ચૌધરી, સ્વયમ વાલી મંડળના પ્રમુખશ્રી ભૂપતસિંહ રાજપૂત અને પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મહેન્દ્રભાઈ ચૌધરી આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓ વિદ્યાર્થીઓના પ્રેરણાસ્ત્રોત બની પરીક્ષાનો હાઉ અને તણાવ દૂર થાય અને પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રેરણારૂપી આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી. એસ.એસ.સી અને એચ.એસ.સીના બાળકોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા, શિક્ષકોએ પણ બાળકોને શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાનશ્રીઓને શાળાના આચાર્યશ્રી અને શાળા પરિવાર તેમનો દિલથી હાર્દિક આભાર વ્યક્ત કરે છે. અંતમાં શાળા પરિવાર તરફથી તમામ બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.