
13 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
ભુતેડી પ્રાથમિક શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. આ નિમિત્તે બાળકોને ભવિષ્યના જીવનની શુભકામનાઓ પાઠવવામાં આવી સી.આર.સી કોર્ડીનેટર શ્રી નરેશભાઈ દ્વારા બાળકોને પેન આપવામાં આવી.શાળા પરિવાર દ્વારા બાળકોને ફોલ્ડર ફાઈલ ભેટ આપવામાં આવી. શાળામાં સ્મૃતિરૂપે ધોરણ 8 ના બાળકો દ્વારા શાળાને ડિસ્પ્લે બોર્ડ ભેટ કરવામા આવ્યું.વિવિધ વિષયોમાં સારુ પ્રદર્શન કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને પણ કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.આજે હેપીબેબી વાળા શ્રી વિજયભાઈ અને મુકેશભાઈ તથા વેપારી મિત્રોના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને કપડાં પણ આપવામાં આવ્યા હતા. આ નિમિત્તે બાળકોને અર્ચનાબેન મોદી અને જ્યોત્સનાબેન ચૌધરી દ્વારા શાળના બાળકોને મિષ્ઠાન સહિતનું ભોજન આપવામાં આવ્યું હતુ.