
આજરોજ રૂનાડની શ્રી રામ કબીર ઉ.બુ.વિદ્યાલયમાં 23 વર્ષ થી મ.શિ. તરીકે ફરજ બજાવનાર શ્રી દિલીપભાઈ ભટ્ટ સાહેબ જંબુસર ની શ્રીમતી એચ.એસ. શાહ હાઇસ્કૂલ માં તા.08/08/2023થી આચાર્ય નિમણૂંક થતાં તેઓ નો વિદાય સમારંભ શાળામાં રાખવામાં આવ્યો હતો. જેની શરૂઆત પ્રાર્થનાથી કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ભાવ-પરતિભાવ આપ્યા હતા. તો મુજ દ્વારેથી ઓ પંખીડા એ ગીત ધો-9ની વિદ્યાર્થીનીઓએ ગાયું હતું. સ્ટાફના બધાં જ શિક્ષકોએ દિલીપભાઈ ભટ્ટ સાહેબને આંસુભરી વિદાય આપી હતી. 23-23 વર્ષ ના સંસ્મરણોથી ભાવસભર વાતાવરણ થઈ ગયું હતું. શાળાના સ્થાપક શ્રી રમણભાઇ પરમાર સાહેબ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને શુભેચ્છાઓ પાઠવી હતી. ભટ્ટ સાહેબ સાથે તેઓના ખાસ મિત્ર એચ.એસ. હાઇસ્કૂલ માંથી પધારેલા આર.જી. પટેલ સાહેબ શાળાનું વાતાવરણ અને ભાવાવરણ જોઈને ખૂબ જ ભાવવિભોર થઈ ગયા હતા.તો વળી ટ્રસ્ટ ના પ્રમુખ શ્રીમતિ રંજનબેને પત્ર દ્વારા દિલીપભાઈ ને શુભેચ્છાઓ આપી હતી. છેલ્લે શાળા પરિવારે શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કર્યા હતા. સ્થાપક શ્રી રમણભાઇ પરમારે તેઓને પીતાંબર અર્પણ કર્યુ હતું. છેલ્લે દિલીપભાઈ ભટ્ટે આ નાનકડી શાળામાંથી હું ઘણું શીખ્યો છું. શંકરભાઈ એ મારી ખૂબ જ કાળજી લીધી છે. તેમ કહી એક નાના સેવકભાઈને પણ આંસુભરી આંખે યાદ કર્યા હતા. આશાળામાંથી જે શીખવાનું મળ્યું છે તેનો જ મોટી શાળામાં ઉપયોગ કરીશ. જીવનભર આ શાળાને તથા સ્ટાફ ને યાદ કરીશ. એવું વચન આપ્યું છેલ્લે આ નાનકડી શાળાની આંસુભરી આંખે વિદાય લીધી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 






