
જંબુસર તાલુકાની સાર્વજનિક હાઇસ્કૂલ કાવીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી.દિનેશભાઈ ડી.સંગાથની તેમના વતનમાં આચાર્ય તરીકે નિમણૂક થતા શાળામાં તેમનો વિદાય સમારોહ યોજાયો . શાળાના આચાર્ય શ્રી.એચ.એન.વહોરા ,કાવી કેળવણી મંડળના ચેરમેન શ્રી યુસુફભાઈ ઈસ્માઈલ ભગત, સુપરવાઈઝર શ્રી.એ.એ.સૈયદ, શાળાના શિક્ષકો ઉપરાંત વિદ્યાર્થીઓ તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. શાળાના શિક્ષક શ્રી દિનેશભાઈ ડી .સંગાથ સાહેબનું પુષ્પ ગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત ગાવામાં આવ્યું હતું તેમજ શાળાના આચાર્ય સાહેબ તથા તમામ શિક્ષકગણ દ્વારા સ્મૃતિ ભેટ અર્પણ કરી તેમની શાળામાં શિક્ષક તરીકેની ત્રેવીસ વર્ષની કામગીરીને બિરદાવવામાં આવી હતી. શાળાના શિક્ષક વિદાય લઈ રહ્યા હતા ત્યારે શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. તમામે અશ્રુભીની આંખે દિનેશ સાહેબને વિદાય આપી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ