BANASKANTHAGUJARATPALANPUR

ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાની ટેકવોન્ડૉ સ્પર્ધા યોજાઈ જેમાં જિલ્લાભરની શાળાઓના 105 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

4 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે જિલ્લા કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધાનું આયોજન કરાયું હતું. એક દિવસીય આ સ્પર્ધામાં અંડર 19, 17, 14 ના ભાઈ- બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન આદશૅ હાઈસ્કૂલના પ્રધાનાચાયૅ ચિરાગભાઈ પંચાલના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે સંચાલન હરેશભાઈ પવાયા અને રેફરી તરીકે પ્રકાશભાઈ ગાયકવાડની ટીમે ભૂમિકા ભજવી હતી. આ સ્પર્ધામાં જિલ્લાની અલગ અલગ શાળાઓમાંથી કુલ 105 ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા. જેમા આદર્શ હાઈસ્કૂલના તમામ ખેલાડીઓ વિજેતા બન્યા હતા.આ સ્પર્ધા અંગે સંચાલન કરનાર હરેશભાઈ પવાયાએ જણાવ્યું હતું કે, આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં જે ખેલાડીઓ વિજેતા બનશે તે આગામી સમયમાં સ્ટેટ લેવલે અને ત્યાર બાદ નેશનલ લેવલે રમવા માટે જશે. જે સમગ્ર સ્પર્ધાનું આયોજન ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. માર્શલ આર્ટ પ્રકારની ટેકવોન્ડૉ રમત મૂળ દક્ષિણ કોરિયાની રાષ્ટ્રીય રમત છે. જેનો વર્ષ 2000 થી બીજિંગ ઓલમ્પિકથી ઓલમ્પિક ગેમ્સમાં સમાવેશ કરાયો છે.હાથ અને પગની મદદથી રમાતી રમતમાં બે સ્પર્ધકોએ સર્કલમાં રમવાનું હોય છે. જેમાં સ્પર્ધક કમર પર બાંધેલા બેલ્ટથી નીચે મારી શકતો નથી. છાતી અને મો પર હાથ અને પગ મારવાથી પોઇન્ટ મળે છે. જેમાં મો પર કિક કે હાથ મારતા ત્રણ પોઇન્ટ જ્યારે પેટ પર હાથ કે પગ લાગતા બે પોઇન્ટ મળે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button