GUJARATIDARSABARKANTHA

હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયું

હિંમતનગર ખાતે જિલ્લાકક્ષાના રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયું

**************

 

સાબરકાંઠા જિલ્લામાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્ધારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી, હિંમતનગર તેમજ એસ.એસ.મહેતા આર્ટ્સ એન્ડ એમ.એમ.પટેલ કોમર્સ કોલેજ મોતીપુરા, હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા ક્ક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો હતો.

આ જિલ્લા ક્ક્ષાના રોજગાર ભરતીમેળામાં ૬૩૫ જેટલા રોજગારવાચ્છુંક ઉમેદવારો હાજર રહ્યા હતા. તેમજ ૧૭ થી વધુ કંપનીના નોકરીદાતાઓ દ્ધારા આશરે ૩૦૦ થી વધુ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. અમુક નોકરીદાતા દ્ધારા લાયક ઉમેદવારોને સ્થળ પર જ નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખશ્રી વિમલભાઇ ઉપાધ્યાય, હિંમતનગર નાગરિક બેંકના ચેરમેનશ્રી હિતેનભાઇ ગોર, હિંમતનગર કેળવણી મંડળના વહીવટી અધ્યક્ષશ્રી ગોપાલસિંહ રાઠોડ, કોલેજના પ્રિન્સીપાલશ્રી ડૉ.ઉત્પલ પટેલ તેમજ રોજગાર અધિકારીશ્રી વી.એસ.પાંડોર હાજર રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button