GUJARATNAVSARI

નવસારી ખાતે બંધારણ વિષયક સંવાદ કાર્યક્રમ મુખ્ય સેશન્સ જજ શ્રી એ.કે.રાવના અધ્યક્ષસ્થાને યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી ગુજરાત સરકારના ડાયરેક્ટૉરેટ ઑફ પ્રૉસિક્યુશન, ગાંધીનગર અને નવસારી જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા બંધારણના વિષયક સંવાદ કાર્યક્રમ નવસારીના મુખ્ય પ્રિન્સિપાલ સેશન્સ જજ  શ્રી એ કે રાવ તથા નવસારી સાંસદ શ્રી સી. આર.પાટીલ ની ઉપસ્થિતિમાં પ્રસંગ પાર્ટી પ્લોટ, નવસારી ખાતે  યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્ય પ્રિન્સિપાલ સેશન્સ જજ  શ્રી એ.કે.રાવે બંધારણના વિષયક પર વકતવ્ય આપ્યું હતું તેમજ નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.નવસારી જિલ્લાના સરકારી વકીલો, નવસારી જિલ્લાના તમામ વકિલ મંડળના પ્રમખો તથા સામાજીક અગ્રણીઓ બંધારણ વિશેના પરીસંવાદમા હાજર રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય જીલ્લા સરકારી વકીલ તુષાર સુળે દ્વારા સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ, નવસારી નગરપાલિકાના પ્રમુખશ્રી મીનલબેન દેસાઈ, નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારીના માજી ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ, નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ તેમજ ડાંગના પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા, શ્રીમતી શીતલબેન સોની, ડો. ધર્મેશભાઈ કાપડિયા,  તેમજ નવસારીના અગ્રણી વેપારીઓ, નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમના અંતે શ્રી અજય ટેલરે આભારવિધિ કરી હતી.

[wptube id="1252022"]
Back to top button