સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી મહુડી ખાતે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો

17 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી મહુડી ખાતે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આજરોજ તારીખ16/02/2024 ના રોજ શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી મહુડી તાલુકો દાંતીવાડા, ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુરના ઉપક્રમે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમીનાર યોજાયો.આ પ્રસંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુરના હેડ કોન્સ્ટેબલ શ્રી શૈલેષભાઈ લુવા એ સાયબર ક્રાઇમ ના ફાઈનાન્સિયલ ફ્રોડ તથા સોશિયલ ફ્રોડ ના વિવિધ બનાવો તેમજ તે બનાવોથી બચવાના વિવિધ ઉપાયો ઉપરાંત જો સાયબર ફ્રોડ નો બનાવ બને તો શું કરવું જેની વિસ્તૃત માહિતી આપી હાલમાં સાયબર ફોર્ડ ના બની રહેલ વિવિધ બનાવોમાં ATM ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ, કેબીસી લકી ડ્રો, લોટરી ફ્રોડ, ન્યુડ વિડિયો કોલ ફ્રોડ, મેટ્રોનિયલ ફોર્ડ, ફેક વેબસાઈટ, ઓનલાઈન શોપિંગ ફ્રોડ, વિદેશથી ગિફ્ટ પાર્સલ ના બહાને એરપોર્ટ કસ્ટમર ઓફિસર ના નામે થતું ફ્રોડ, ઉપરાંત facebook, instagram, whatsapp જેવા સોશિયલ મીડિયાના ફેક એકાઉન્ટ હેક અકાઉન્ટ ના બનાવો બાબતે માહિતી આપવામાં આવી. આ સેમિનારમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 9 10 અને 11 ના તથા પ્રાથમિક શાળાના છથી આઠના વિદ્યાર્થીઓએ ભાગ લીધો આ સેમીનાર દરમિયાન હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ એ જણાવેલ કે જો કોઈની સાથે સાયબર ક્રામ લગતે ફાઈનાન્સિયલ ફ્રોડ કે સોશિયલ મીડિયા રોડ ના બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર કોલ કરીને કમ્પ્લેન નોંધાવી દેવી. કમ્પ્લેન મળ્યા બાદ સાયબર ક્રાઇમ ટીમ તરફથી જે તે સાહેબનો ભોગ બનનાર અરજદાર નો સીધો સંપર્ક કરીને તેમના બેંક ખાતામાંથી સામેવાળાના બેંક ખાતામાં ગયેલ નાણા બાબતે કાર્યવાહી કરીને સામને વાળાના બેન્ક એકાઉન્ટ ફ્રીજ કરી નાણા હોલ્ડ થયા બાદ રિફંડ કરાવી શકાય છે જેથી સાયબર ફ્રોડ નો બનાવ બને તો તાત્કાલિક કમ્પ્લેન કરવાથી નાણા પરત રિફંડ કરવામાં સારી સફળતા મળે છે. સમગ્ર સેમિનારના આયોજનમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મોટી મહુડીના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર મહેશભાઈ ગામી તેમજ શાળાના સ્ટાફ દ્વારા સંપૂર્ણ સહકાર મળતા આ સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમીનાર ખૂબ જ સફળ રહ્યો.