
મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ
જિલ્લા કલેકટર એમ નાગરાજનનો નવતર પ્રયોગ સંકલન સમિતિમાં સરકારી યોજનાનું પ્રઝન્ટેશન કરાશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે, અરજદારો અને કર્મચારીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવી માનવીય અભિગમ દાખવવો જોઇએ. તેમણે જણાવ્યું હતું કે અરજદારના પ્રશ્નોનું સકારત્મક દષ્ટીએ નિરાકરણ થાય તે આપણી પ્રાથમિકતા હોવી જોઇએ
જિલ્લા કલેકટરશ્રી દરેક સંકલન સમિતિની વિવિધ વિભાગોને તેમની યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરવા જણાવ્યું હતું.આ સંકલનમાં અટલ ભૂજલ યોજનાનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જેમાં કાર્યપાલક ઇજનરે જણાવ્યું હતું આ યોજનાથી હકારત્મક પરીણામો મળ્યા છે, જિલ્લાના ડભોડા ગામે 14 ચેકડેમ સીરીઝ બનાવવાથી પાણીના સ્તરમાં વધારો થયો છે. આ યોજના થકી છેલ્લ ચાર વર્ષમાં પાણીનું સ્તર 15 મીટર રાઇઝ થયું છે
જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતુ કે દર સંકલનમાં અધિકારી દ્વારા તેમની યોજનાની વિગતો રજૂ કરાશે જેનાથી સંકલનના તમામ અધિકારીઓ માહિતગાર થશે અને ફિલ્ડવર્કમાં લાભાર્થી આ યોજનાનો લાભ મળે તે દિશામાં કામ કરાશે
સંકલન સમિતિમાં પેન્શનના કેસો, પ્રાથમિક તપાસના બાકી કેસો,ખાતાકીય તપાસના બાકી કેસો, આર.ટી.આઇની અરજીઓ, તકેદારી આયોગ પત્રક,બાકી કાગળો એવઇટ પત્રક સહિતની વિગતો પર ચર્ચા કરાઇ હતી બેઠકમાં નિવાસી અધિક કલેકટર સુભાષ સાવલિયાએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થી સુધી મળે તેની ચિંતા આપણે સોએ કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે આપણા વિભાગ સિવાય અન્ય વિભાગની યોજનાઓની પણ માહિતગાર થઇ છેવાડના માનવી સુધી યોજનાનો લાભ મળે તે દિશામાં કામ કરવું જોઇએ
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો હસરત જાસ્મિન,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સહિત પ્રાન્ત અધિકારી સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા