BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગરના “અમૃત મહોત્સવ” અંતર્ગત વિસનગર શહેર ચૌધરી સમાજની પરામર્શ સભા યોજાઈ

.21 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં 19 ઓગસ્ટ 23 ના રોજ આદર્શ વિદ્યાલયના “અમૃત મહોત્સવ” અંતર્ગત વિસનગર શહેર ચૌધરી સમાજની પરામર્શ સભા યોજાઈ. જેમાં શ્રી કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી, મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ વી.ચૌધરી અને શ્રી જે.ડી.ચૌધરી તથા શાળા સંચાલન સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ વી.ચૌધરી અને મંત્રીશ્રી વી.જી.ચૌધરી, અન્ય હોદ્દેદારશ્રી રાજુભાઈ એલ.ચૌધરી, આઈ.બી.ચૌધરી, રામજીભાઈ એમ.ચૌધરી, ખુમજીભાઈ કે.ચૌધરી, અભેરાજભાઈ કે.ચૌધરી વગેરે તથા વિસનગર શહેર ચૌધરી સમાજના પ્રમુખશ્રી વેલજીભાઈ ચૌધરી, મંત્રીશ્રી મુકેશભાઈ ચૌધરી, વિસનગર શહેર ચૌધરી સમાજના અન્ય હોદ્દેદારશ્રીઓ, દુગાબેન ચૌધરી(બાયડ નિવાસી), વિનુભાઈ જી.ચૌધરી તથા સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પરામર્શ સભામાં કેળવણી મંડળના મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ વી.ચૌધરીએ શાબ્દિક સ્વાગત કરી પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આદર્શ વિદ્યાલયના “અમૃત મહોત્સવ” અંતર્ગત સમાજલક્ષી તથા શિક્ષણલક્ષી થનાર વિવિઘ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોની ઝાંખી રજૂ કરી વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમા સહભાગી થવા સમાજના અગ્રણીઓને પ્રેર્યા હતા. કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સમાજની અગ્રણી તથા માતૃસંસ્થા એવી આદર્શ વિદ્યાલય, વિસનગરની સ્થાપના કરવામાં જેમને મૂલ્યવાન સિંહફાળો આપ્યો હતો તેવા શ્રેષ્ઠીશ્રીઓ અને દાતાશ્રીઓની દીર્ઘદૃષ્ટિની પ્રશંસા કરી તથા આદર્શ વિદ્યાલય થકી ઉચ્ચત્તમ તથા મૂલ્યલક્ષી શિક્ષણ મેળવી સમાજે કરેલ પ્રગતિના સોપાનોને બિરદાવ્યા હતા. સાથે સાથે આદર્શ વિદ્યાલય, વિસનગરના “અમૃત મહોત્સવ” થકી આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં આજના આધુનિક સમય અને શિક્ષણની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉત્તમ સુવિધાયુકત બનનાર નવીન ભવનોમાં તન, મન અને ધનથી સહભાગી બની અમૃત મહોત્સવને સાર્થક કરવા અખૂટ દાન આપેલ દાતાશ્રીઓની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે અમૃત મહોત્સવ થકી બનનાર નવીન ભવાનોમાં સહભાગી થઈ સમાજનું ઋણ ચૂકવવા વિસનગર શહેર ચૌધરી સમાજના અગ્રણીઓને પ્રેરણા આપી હતી.સમાજના અગ્રણી શ્રીમતી દુગાબેન ચૌધરી (બાયાડ નિવાસી) તથા વિનુભાઈ ચૌધરી(આચાર્યશ્રી, ખેરાલુ મ્યુનિસપિલ હાઈસ્કૂલ)એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આદર્શ વિદ્યાલયના “અમૃત મહોત્સવ” ને સફળ બનાવવા તથા બનનાર નવીન ભવનોમાં આર્થિક, બૌદ્ધિક અને સમય દાન આપી સંસ્થાનું ઋણ ચૂકવવા ખાત્રી આપી હતી.અંતમાં કેળવણી મંડળના મંત્રીશ્રી જે.ડી. ચૌધરીએ આદર્શ વિદ્યાલયના “અમૃત મહોત્સવ”ના સુચારુ આયોજન માટે પરામર્શ સભામાં ઉપસ્થિત રહેલ સમાજના સૌ મહાનુભાવો, દાતાશ્રીઓ તથા વિસનગર શહેર ચૌધરી સમાજના અગ્રણીઓ આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button