BANASKANTHAGUJARATPALANPUR

દાંતાના રતનપુર ગામના યુવકને માર મારી લૂંટ કરવામાં આવેલ હોવાની ફરિયાદ લેવામાં ના આવતાં પોલીસ વડાને રજુઆત

29 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

દાંતા તાલુકાના રતનપુર ગામ ના તોફિકભાઈ હાસમભાઈ ઉમતિયા નામના યુવકનું ગત.તા.24 નવેમ્બરના રોજ રતનપુર ના ત્રણ રસ્તા પર થી કેટલાક ઈસમોએ તેનું ગાડીમાં અપહરણ કરી તેને નારગઢ ગામે લઇ જવામાં આવ્યો હતો જ્યા તેને લોંખડની ટોમી ,લાકડી વડે માર મારી તેમજ ગડદા પાટુ નો માર માર મારી તેના પાસે થી પાંચ હજારની લૂંટ કરી હતી બાદમાં લોકો લોકો દોડી આવતા હુમલા ખોરો જતા રહ્યા હતા જોકે આ હુમલામાં ઘાયલ યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો બાદમાં આ યુવક તેના પર હુમલો કરનાર ઈસમો સામે ફરિયાદ આપવા દાંતા પોલીસ મથકે જતા અહી કેટલાક પોલીસ કર્મીઓએ આરોપીઓને છાવરવા લૂંટની ફરિયાદ દાખલ ન કરી જામીન લાયક ફરિયાદ દાખલ કરી હોવાના આક્ષેપ સાથે ફરિયાદીએ જિલ્લા પોલીસ વડા ને લેખિત રજૂઆત કરી છે જેમા આરોપીઓ ને છાવરતા પોલીસ કર્મીઓ સામે પગલાં ભરવા ની માંગ કરી છે.આ માહિતી અંગે દિપકભાઈ એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button