ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના રાજગોળ ગામે વરઘોડામાં ચપ્પાના ઘા જીક્યા બે યુવકો ઇજાગ્રસ્ત :ઇસરી પોલિસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના રાજગોળ ગામે વરઘોડામાં ચપ્પાના ઘા જીક્યા બે યુવકો ઇજાગ્રસ્ત :ઇસરી પોલિસ સ્ટેશન ખાતે નોંધાઈ ફરિયાદ

મેઘરજના રાજગોળ ગામે લગ્નના વરઘોડા દરમિયાન રસ્તા પર જતી ઇકો ગાડીના ચાલકે વરઘોડામાં ફરતા બે યુવકો ઉપર હુમલો કરી ચપ્પાના ઘા જીકતાં બંન્ને યુવકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા

મેઘરજના પંચાલ ચીથરીયા ગામના જયદીપભાઇ જીવાભાઇ મેણાત અમદાવાદ ખાતે કામદાર રાજ્ય વીમામાં મદદનીશ નિયામક કચેરીમાં કલાર્ક તરીકે નોકરી કરે છે અને મોડાસામા રહે છે તા.૧૬/૪/૨૦૨૪ ના રોજ મોડાસા ખાતે જયદિપભાઇના બે મિત્રો આવ્યા હતા રાજગોળ ગામે જયદિપભાઇના મિત્રનુ લગ્ન હોય સાંજે જયદિપભાઇ બે મિત્રો સાથે રાજગોળ ગામે ગયા હતા ત્યાં વરઘોડો નિકળેલ હતો જે વરઘોડામાં જયદિપભાઇ તેમના બે મિત્રો સાથે જોડાયા હતા અને વરઘોડો ફરતો ફરતો રાજગોળ થી ચિથરીયા નજીક હતો તે વખતે જયદિપભાઇ અને તેમના બે મિત્રો વરઘોડા આગળ જઇ પોતાના મોબાઇલ ફોનમાં સેલ્ફી લેતા હતા તે દરમિયાન મેઘરજ તરફથી એક ઇક્કો ગાડી આવેલ જેથી જયદિપભાઇએ હાથ બતાવી થોડીવાર ઉભો રહેવા જણાવતાં ઇક્કો ચાલક તેની ગાડીમાંથી ઉતરી મારી ગાડી કેમ ઉભી રાખીછે તેમ કહીને બિભસ્ત ગાળો બોલી ત્યાંથી જતો રહ્યો હતો વરઘોડો આગળ જતાં ઇકો ચાલક તેમજ અન્ય ત્રણ શખ્સો દોડી આવી જયદિયભાઇને ચપ્પાનો ઘા મારી ઢોર માર મારવા લાગ્યા હતા જેથી જયદિપભાઇ નો મિત્ર વચ્ચે પડતાં તેના ઉપર પણ ચપ્પાનો ઘા મારી હુમલો કરાયો હતો વરઘોડામાં આવેલ અન્ય શખ્સો વચ્ચે પડી બંન્ને યુવકોનો જીવ બચાવ્યો હતો બંન્ને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે મોડાસા ખસેડાયા હતા જે ઘટનામાં ઇજાગ્રસ્ત જયદિપ જીવા મેણાતે ઇસરી પોલીસમાં આરોપી.શૈલેશ વિશ્રામ હોથા અને નિરંજન સુરજી ભગોરા બંન્ને રહે.રાજગોળ તા.મેઘરજ વિરૂધ્ધ ફરીયાદ નોધાવીછે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button