સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રની સરાહનીય પહેલ લોકસભા ચૂંટણી અન્વયે ફરજરત અધિકારીઓના આરોગ્યની દરકાર લેતું જિલ્લા વહીવટીતંત્ર
દરેક વિભાગનાં કર્મચારીઓના આરોગ્યની ચકાસણી માટે કલેકટર કચેરી ખાતે યોજાયો મેડીકલ કેમ્પ

તા.18/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
દરેક વિભાગનાં કર્મચારીઓના આરોગ્યની ચકાસણી માટે કલેકટર કચેરી ખાતે યોજાયો મેડીકલ કેમ્પ
સુરેન્દ્રનગર જિલ્લામાં તમામ અધિકારીઓના ઉચ્ચ ટીમ સ્પીરીટ અને ખૂબજ સારા સંકલનના કારણે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે ચૂંટણી કામગીરીમાં ફરજરત તમામ અધિકારી કર્મચારીઓના આરોગ્યની દરકાર લઈને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર કચેરી, સભાખંડ ખાતે મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો અંદાજે ૨૫૦ થી વધારે કર્મચારીએ લાભ લીધો હતો આ કેમ્પની શરૂઆતમાં સૌપ્રથમ જિલ્લા સમાહર્તા કે.સી. સંપટે હેલ્થ ચેકઅપ કરાવી ઉપસ્થિત સર્વેને ચૂંટણી દરમિયાન સુદ્રઢ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ તકે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓએ પોતાના આરોગ્યની તપાસ કરાવી હતી જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો બી જી ગોહિલ અને આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ દ્વારા કર્મચારીઓને વિવિધ રીપોર્ટ જેવા કે બ્લડ પ્રેશર, રેન્ડમ બ્લડ સુગર, કીડની ટેસ્ટ, CBC, RBS, Lipid, ECG, S-GPT સહિતના જરૂરી ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા જરૂર જણાયે મેડીકલ કાઉન્સીલીંગ અને દવાઓ પણ સજેસ્ટ કરવામાં આવી હતી.