ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિન્ઝોલ ખાતે કેરલ ના રાજ્યપાલ શ્રી ના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું
અમીન કોઠારી = મહિસાગર
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે કેરલના માનનિય રાજ્યપાલશ્રીના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે.
તારીખ 12. સપ્ટેમ્બર-2023. નારોજ સવારે – 11. કલાકે ગોવિંદગુરુ યુનિવર્સિટીની વેદવ્યાસ ચેરના ઉપક્રમે
” એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર ” ના આદર્શને ચરિતાર્થ કરવાના સંકલ્પ અંતગઁત કુલપતિશ્રી પ્રતાપસિંહજી ચૌહાણના દિશાનિદેઁશાનુસાર વેદવ્યાસ વ્યાખ્યાન શ્રેણી અંતગઁત “શ્રીમદ ભાગવત ગીતા અને સામાજિક સમરસતા” વિષે કેરલના માનનિય રાજ્યપાલશ્રી આરિફ મોહંમદ ખાન સાહેબના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, અધ્યાપકો, વિધાથીઁઓ, ગોધરા નગરના અગ્રણી નાગરિકો, નગરના મુસ્લિમ સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેનાર છે.
રાજ્યપાલશ્રી આરિફ મોહંમદ ખાન સાહેબ ભારતીય સંસ્કૃતિ, વિવિધ ધર્મોના મૂળભૂતતત્વો અને તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસુ છે.
સાંપ્રત દેશકાલના સંદર્ભમાં આપણી સામાજિક સમરસતાજ સાંસ્કૃતિક અને જીવનશૈલીની વિવિધતા ધરાવતા આપણા આ વિરાટ દેશને એક અખંડ અને સુદઢ રાખીશકે એમ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કુલપતિશ્રીના નિર્દેશાનુસાર
” શ્રીમદ ભાગવદ ગીતા અને સામાજિક સમરસતા ” વિષે આ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે.








