
તા.૨૨/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કાર્યક્રમની પૂર્ણાભુતી
Rajkot, Virpur: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ ગાંધીનગર પ્રેરિત,જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટ આયોજિત અને મહર્ષિ વસિષ્ઠ શાળા વિકાસ સંકુલના સંયુક્ત ઉપક્રમે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૩-૨૪નું બે દિવસીય આયોજન પ્રેરણા સ્કુલ અને જલારામજી વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે યોજાયું હતું.

પ્રદર્શનમાં “સમાજ માટે વિજ્ઞાન” મુખ્ય વિષય પર કુલ ૫ વિભાગમાં ૫૦ માર્ગદર્શક શિક્ષકો અને ૧૦૦ જેટલા બાળ વૈજ્ઞાનિકો દ્વારા ૫૦ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
સાથે સાથે રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમનો વિધિવત શુભારંભ ૧૯ ડિસેમ્બરના રોજ પ્રેરણા સ્કુલના સંચાલક રતીભાઈ જોષી, સુભાષભાઈ જોષી તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના પુર્વ સદસ્ય જનકભાઈ ડોબરીયા અને બાળ વિજ્ઞાન પ્રદર્શનના કન્વીનર વી.ડી નૈયા (ગઢવી) રાજકોટ ડાયેટ વિજ્ઞાન સલાહકાર દીપાલીબેન વડગામા અને ડો, સંજયભાઈ મહેતાની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં વિજ્ઞાનએ કેળવણીનું આધારભુત અંગ બન્યું છે.ત્યારે કેળવણી બાળકોની કુતુહલ અને જીજ્ઞાસાવૃત્તિ સંતોષવાનું માધ્યમ બની રહે તે માટે જી.સી.ઈ. આર.ટી. ગાંધીનગર દર વર્ષે વિવિધ કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિરપુર જલારામજી વિદ્યાલયના આર.કે.આગ્રવત,ડી.ડી ભાડજા,રાકેશ ઉસદડીયા સહિતના મદદનીશ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી








