GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ સંસદીય મતવિસ્તારમાં મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું

તા.૨૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
“મારો મત, મારો અધિકાર”ના સ્લોગનની મહેંદી અને રંગોળી બનાવી મહિલા મતદાતાઓએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા
Rajkot: લોકશાહીના મહાપર્વમાં લોકોનો જુસ્સો વધારવા ઠેર ઠેર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. તેવામાં રાજકોટ સંસદીય વિસ્તાર વાંકાનેરના મનહરપુર રોણકી અને પડધરી તાલુકા ખાતે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતુ.


આ મહાપર્વમાં વધુને વધુ મહિલાઓ મતદાન કરે તે માટે મહિલા મતદાતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતુ. મહિલાઓએ પોતાના હાથમાં “મારો મત, મારો અધિકાર” સ્લોગનની મહેંદી મુકાવી હતી. અને બાળાઓ અને મહિલાઓએ “MY VOTE,MY RIGHT”ની રંગોળી બનાવી હતી. આ તકે ઉપસ્થિત તમામ મહિલાઓએ મતદાન કરવા અને કરાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.

[wptube id="1252022"]








