ગીર ગઢડાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે 35 ફુટની રાખડી બનાવી રક્ષાબંધનની ઉજવણી કરાઇ

ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે જી-૨૦ થીમ આધારિત ૩૫ ફુટની રાખડી સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી
મંદિર એ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નથી. આધ્યાત્મિક કેન્દ્ર સમા મંદિરોમાં સંસ્કાર સાથે રાષ્ટ્રીય ભાવનાના વિચારો પણ કેળવાય એ જ ઉત્તમ કેન્દ્ર છે. ત્યારે આધુનિક ગુરુકુલમાં પણ સંસ્કાર સાથે સર્વાંગીણ વિકાસ થાય છે.
એસજીવીપી ગુરુકુલના અધ્યક્ષ પુજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ વર્ષે માતુ શ્રી આર ડી વરસાણી વિદ્યાલય ગુરુકુલ દ્રોણેશ્વર માં ભગવાન રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં જી-૨૦ થીમ આધારિત ૩૫ ફુટની અદભુત
રાખડી તૈયાર કરવામાં આવી હતી. સાથે જી-૨૦ શું છે, એના ફાયદા શું છે એ માટે બાજુ માં ફ્લેક્શો પર માહિતી ઉપલબ્ધ કરી હતી.
ગુરુકુલના દીકરીઓએ બધા ભાઈઓ ને રાખડી બાંધી ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. ભાઈઓએ બહેનને મોં મીઠાં કરાવ્યાં હતાં.પારિવારિક ભાવના સુદ્રઢ થાય એવા પ્રયાસો વિશે વાત કરી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.









