GUJARAT

ડાંગ:વઘઇ તાલુકાના ઝાવડા હોસ્ટેલનાં 12 વર્ષીય બાળકનું સર્પદંશનાં પગલે મોંત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાની આશ્રમશાળા ઝાવડા હોસ્ટેલનાં 12 વર્ષીય બાળકનું સર્પદંશનાં પગલે મોત નિપજતા અરેરારી વ્યાપી જવા પામી હતી…પ્રાપ્ત વિગતો અનુસાર પવનભાઈ  દિલીપભાઈ વળવી.ઉ.12 રે.ગારખડી બરડાફળિયુ,તા.સુબિર જેઓ વઘઇ તાલુકાની આશ્રમશાળા(વાંઝટઆંબા) ઝાવડા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો.આ બાળક ને ગતરોજ હોસ્ટેલમાં ઝેરી સાપ કરડતા તુરંત જ સારવારનાં અર્થે નજીકની વઘઇ સી.એચ.સીમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં આ 12 વર્ષીય બાળકની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.પરંતુ સર્પદંશનાં પગલે આ બાળકનાં શરીરમાં વધુ ઝેર પ્રસરી જતા આ બાળકનું આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યુ હતુ. હાલમાં વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે..

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button